ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી ઝડપાયેલા રૂ. 6.20 લાખના વિદેશી દારૂ પર ફર્યું સરકારી બુલડોઝર

  • July 16, 2024 11:21 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા દેશી-વિદેશી દારૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દારૂ અંગેની ડ્રાઇવમાં ઝડપાયેલા વિદેશી દારૂના તોતિંગ જથ્થા ઉપર ગઈકાલે સોમવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.


જે અંતર્ગત અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા, ભાણવડના એમ.આર. સવસેટા, સલાયાના વી.એન. સિંગરખીયા, વિગેરે અધિકારીઓની ઉપસ્થિતિમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખંભાળિયા પંથકમાંથી ઝડપાયેલા રૂપિયા 3,69,500 ની કિંમત 982 બોટલ, ભાણવડ પંથકમાંથી ઝડપાયેલી રૂપિયા 2,10,200ની કિંમતની 643 બોટલ અને સલાયા વિસ્તારમાંથી ઝડપાયેલી રૂપિયા 39,380 ની કિંમતની 156 બોટલ મળી, કુલ રૂપિયા 6,19,540 ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી 1771 બોટલને અહીંના સરકારી ખરાબામાં ગોઠવીને તેના ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application