સોલાર ફીટ કરાવવાના મામલે તકરાર કરી પાડોશમાં જ રહેતા વેપારીના કુટુંબી એવા પિતા પુત્રનું હીચકારા હુમલાનું કારસ્તાન: સામા પક્ષે પણ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરવા અંગે વળતી ફરિયાદ નોંધાવાઈ
જામનગર માં ખોજા નાકા બહાર રહેતા એક બ્રાસપાટના કારખાનેદાર વેપારી અને તેના માતા-પિતા ઉપર પાડોશમાંજ રહેતા તેઓના કુટુંબી એવા પિતા-પુત્ર એ સોલાર ફીટ કરવાના મામલે તકરાર કર્યા પછી છરી તલવાર અને લોખન્ડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જ્યારે સામા પક્ષે પણ હુમલો કરવા અંગે પિતા પુત્ર સહિત બે આરોપી સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત બનાવમાં તમામ ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા નાકા પાસે વહેવારીયા મદરેસા નજીક રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા અબ્દુલ રજાક દોદાણીએ પોતાના રહેણાક મકાનમાં સોલાર ફીટ કરાવવાના મામલે તકરાર કરી તલવાર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશ માંજ રહેતા પોતાના કુટુંબી રિયાઝ અલ્તાફભાઈ દોદાણી અને તેના પિતા અલ્તાફભાઈ દોદાણી સામે ફરિયાદ નોંધાવી છે.
જે હુમલામાં ફરિયાદી વેપારી અને તેના માતા-પિતા ત્રણેયને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં ફરિયાદી મકસુદભાઈને ફેક્ચર સહિતની ઈજા થઈ છે, ઉપરાંત તેના પિતાને માથામાં ઇજા થઇ હોવાથી ટાંકા લેવા પડ્યા છે, અને માતાને હાથમાં છરીના ઘા વાગ્યા હોવાથી કાપા પડી ગયા છે.
આ હુમલા ના બનાવનું કારણ એવું છે કે ફરીયાદિ પોતાના મકાનની આગાસી પર સોલાર ફીટ કરાવતા હતા, અને કોમન ચાલીમાંથી વાયરીંગ નું કામ કરતા હતા. જેનો પાડોશીઓએ વાંધો ઉઠાવ્યો હતો, અને આ સહીયારી ચાલ છે, તેમ જણાવી તકરાર કરીને આ હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
દરમિયાન સમા પક્ષે પણ અલ્તાફભાઈ યુસુફભાઈ દોદાણીયા એ પોતાના ઉપર અને પોતાના પરિવારના અન્ય બે સભ્યો પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરવા અંગે અબ્દુલ કરીમ નૂરમામદ દોદાણી અને મકસુદ અબ્દુલ કરીમ નામના પિતા પુત્ર સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝેરી ગેસ ઉત્સર્જન મધ્યમ રહ્યું તો ૨૦૫૭ સુધીમાં ભારતનું તાપમાન ૧.૫ ડિગ્રી વધશે
November 18, 2024 02:58 PMભારતમાં સ્માર્ટફોનની નિકાસ ઓકટોબરમાં રેકોર્ડ બ્રેક ૨ બિલિયન ડોલરને વટાવી ગઈ
November 18, 2024 02:56 PMપહેલા વીકએન્ડમાં જ ફ્લોપ 'કંગુવા', સૂર્યા-બોબી દેઓલની ફિલ્મ હિન્દીમાં પણ ન કરી શકી કમાલ
November 18, 2024 02:56 PMએમ્બ્યુલન્સનો રસ્તો રોકવા બદલ કારચાલકને રૂા.૨.૫૦ લાખનો દંડ
November 18, 2024 02:55 PMમહારાષ્ટ્રમાં નેતાજીનું સ્વાગત: હાર પહેરાવતાની સાથે જ તણખા નીકળતા નેતાજીના વાળ બળી ગયા
November 18, 2024 02:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech