ગોંડલમાં છેલ્લ ા કેટલાક સમયથી અકળ કારણોસર મૃતદેહો મળી રહ્યા છે. જે આજ સુધી વણ ઉકલ્યા રહ્યા છે. જેમાં એક વધારો થવા પામ્યો છે. સવારે સેતુબધં ડેમના કાંઠે પાણીમાં તરતો પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. અલબત્ત પોલીસ તપાસ હાથ ધરી ઓળખ મેળવતા તે આશાપુરા ચોકડી પાસે રહેતા લુહાર દામજીભાઇ તુલશીભાઇ રાઠોડ ઉ.૫૦ હોવાનુ બહાર આવ્યુ હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી પુષના મૃતદેહને બહાર કાઢો હતો અને સરકારી હોસ્પિટલે ખસેડો હતો. બી ડિવિઝન પોલીસનાં મદનસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી વાલી વરસની શોધખોળ શરૂ કરતા ઓળખ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતક દામજીભાઇ રખડતુ ભટકતુ જીવન જીવતો હતો.પરિણીત હતો અને બાર વર્ષ પહેલા પત્નિ સાથે છુટાછેડા થયા હતા સંતાનમાં એક પુત્ર છે. પોલીસે પીએમ બાદ મૃતદેહ તેનાં પરિવારને સોંપી આગળની તપાસ હાથ ધરીછે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech