ડી.એલ.એસ.એ., વકીલ મંડળનું સંયુક્ત આયોજન: મોટી માત્રામાં રક્ત એકત્ર થયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમીયાના દર્દીઓની જરૂરિયાત પૂરી થાય તે માટે અહીંના કોર્ટ પરિસર ખાતે શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધપાત્ર સંખ્યામાં રક્તની બોટલ એકત્ર થઈ હતી.
ખંભાળિયામાં થેલેસેમીયાના દર્દીઓ માટે રક્ત એકત્ર કરવાના ઉમદા આશય સાથે દેવભૂમિ દ્વારકા ડી.એલ.એસ.એ. અને જિલ્લા બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અહીંની કોર્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અહીંના એડવોકેટો તેમજ કોર્ટના સ્ટાફ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને કુલ 102 બોટલ રક્ત એકત્ર થયું હતું. જેમાં ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. દરેક રક્તદાતાઓને બાર એસોસિએશન દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ આયોજનમાં ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. વ્યાસ, સેશન્સ જજ મનસુરી, ડી.એલ.એસ.એ.ના સેક્રેટરી ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી સાથે જિલ્લા વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ જોશી તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech