શહેર બન્યું ઠંડુગાર : ઠંડા પવનને કારણે ગામડાઓમાં જનજીવન પર અસર: પશુ-પંખીઓ ઠીંગરાયા
જામનગરમાં હવે શિયાળો જામ્યો છે, અઠવાડીયાથી ઠંડીએ માજા મુકી છે, જો કે કલેકટર કચેરી દ્વારા મળતા આંકડાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે, ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ૬૦ કિ.મી.ની ઝડપે કાતિલ ઠંડો પવન ફુંકાતા હાલાર ઠંડુગાર બની ગયું છે, પશુ વાડામાંથી અને પંખીઓ માળામાંથી બહાર નિકળી શકતા નથી, સતત ત્રણ દિવસથી ઠંડીનો વધુ વાયરો શરુ થયો છે, જેને કારણે જીરાના પાકને વ્યાપક ફાયદો થઇ રહ્યો છે, ગામડાઓમાંથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા ઘટી ગઇ છે, સવારના ૧૦ વાગ્યા સુધી એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરો પણ ઘટયા છે, જાહેરમાં ફુટપાથ ઉપર સુતેલા ભિક્ષુકોેને બે દિવસથી હાપાના સેલ્ટર હોમમાં ખસેડી દેવામાં આવ્યા છે, ઠેર-ઠેર તાપણા થઇ રહ્યા છે અને સુસવાટાભર્યા પવનને કારણે આખો દિવસ લોકો સ્વેટર અને મફલર પહેરી રહ્યા છે, આમ હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૫ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૬૮ ટકા અને પવનની ગતિ ૫૫ થી ૬૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી. કલેકટર કચેરીના કન્ટ્રોલ રુમમાંથી મળતા આંકડાએ ફરીથી વિવાદ જગાવ્યો છે, આજે વધુ ઠંડી હોય પરંતુ તાપમાન માત્ર ૧૭ ડીગ્રી દર્શાવાયું છે, અધિક કલેકટરે હવામાનના અપાતા આંકડા અંગે ક્ધટ્રોલ રુમમાં તપાસ કરવાની જરુર છે.
ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી, બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શરુ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે. ગઇકાલે ફુટપાથ પર સુતેલા ગરીબોને કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા હાપા ખાતેના સેલ્ટર રુમમાં ખસેડવામાં આવ્યા હતાં અને આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલું રહી હતી.
હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે. જામનગરની આજુબાજુમાં ગામડાઓમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો છે જયારે સવારે ૫ થી ૯ દરમ્યાન એસ.ટી.ના બસ વ્યવહાર ઉપર પણ અસર પડી છે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે અને તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ થઇ જશે ત્યારે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે, ગઇકાલે સાંજે જે રીતે ઠંડો પવન ફુંકાયો હતો તે જોતા ગામડાઓમાં પણ વ્હેલી બજારો બંધ થઇ ગઇ હતી, જામનગરમાં પણ ગરમ પીણાનું વેંચાણ વઘ્યું હતું, આજે સવારે વોકીંગ કરનારાઓને પણ ઠંડીની અસર જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech