ખંભાળિયા નજીક બોલેરોની અડફેટે બાઈક સવાર પિતા-પુત્રી ઇજાગ્રસ્ત

  • July 09, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા રામશીભાઈ ધરણાંતભાઈ ગોજીયા નામના 42 વર્ષના યુવાન તેમની 17 વર્ષની પુત્રી રચનાબેનને સાથે લઈને તેમના જી.જે. 10 એ.જે. 3561 નંબરના મોટરસાયકલ પર બેસીને અહીંના દ્વારકા હાઈવે પર હર્ષદપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 બી.ઝેડ. 5656 નંબરના એક બોલેરો વાહનના ચાલકે રામશીભાઈ ગોજીયાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે પિતા-પુત્રીને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે બોલેરોના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application