વાહન તસ્કર ટોળકી પુન: સક્રીય બન્યાના એંધાણ
જામનગર શહેરમાંથી એક મોટરસાયકલ તેમજ એક ઓટો રીક્ષાની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા રાજેશભાઈ નરોતમભાઈ સિંધી ભાનુશાળી તળાવની પાળે ગેટ નંબર-૯ની સામે આવેલી પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦સીકે-૭૫૭૦ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં વેલનાથ પરા શેરી નંબર ૨૨ માં રહેતા, મુળ હર્ષદપુર ગામના વતની અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ પોપટભાઈ રાંદલપરાએ સીટી-સીમાં અજાણ્યા ઇસમ સામે રીક્ષા ચોરી અંગે ફરીયાદ કરી હતી. જે મુજબ ફરીયાદીએ તેના દીકરાના ઘરની બહાર શેરીમાં ઓટો રીક્ષા નં. જી.જે.-૩ એ.યુ. ૩૨૬૮ નંબરની ઓટો રીક્ષા કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કરતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
કાલાવડના બસ ડેપોમાંથી ચોરાયેલુ બાઇક મળ્યું
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન કાલાવડના બસ ડેપોમાં નંબર પ્લેટ વગરનું એક મોટરસાયકલ બીન વારસુ હાલતમાં મળી આવ્યું હતું.
જે કાલાવડ પોલીસની ટિમ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, અને તેના ચેસીસ નંબરના આધારે તપાસણી કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન ઉપરોક્ત મોટરસાયકલ મોરબી જિલ્લામાંથી ચોરી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કાલાવડ પોલીસે મોરબી એ-ડીવીઝન પોલીસનો સંપર્ક સાધ્યો છે, અને મોટરસાયકલ સુપ્રત કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIND vs ENG 4th T20: ભારતે ઈંગ્લેન્ડને 15 રને હરાવ્યું, શ્રેણી પર કર્યો કબજો
January 31, 2025 10:56 PMસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોન યાદી જાહેર, જૂઓ ક્યાંથી કોને મળી ટિકિટ...
January 31, 2025 09:58 PMજામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
January 31, 2025 07:40 PMદેવભૂમિ દ્વારકા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાના સમયમાં ફેરફાર
January 31, 2025 07:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech