યાત્રાની શરુઆત તા. ૧૪ જાન્યુ.થી મણીપુરથી થશે: કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી યાત્રાની આગેવાની લેશે: ૬૬ દિવસની યાત્રા ૬૭૧૩ કી.મી.ની રહેશે અને મુંબઇમાં તા. ર૦ માર્ચના રોજ પૂરી થશે
કોંગ્રેસ દ્વારા ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી આગામી તા. ૧૪ થી ભારત જોડો યાત્રા શરુ થશે, આ યાત્રા મણીપુરથી શરુ થઇને તા. ર૦ માર્ચના રોજ મુંબઇ પહોંચશે, કોંગ્રેસના અગ્રણી યુવા નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો યાત્રા ૬૬ દિવસની રહેશે, જેમાં ગુજરાતના સાત જિલ્લામાં આ યાત્રા આવશે. સમગ્ર ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સહિતના અગ્રણી નેતાઓએ આ યાત્રાનો રુટ ઘડ્યો છે, ત્યારે આ યાત્રા ગુજરાતના સાત જિલ્લામાં આવશે તેમ પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે આજે બપોરે બોલાવયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા કુલ ૬૬ દિવસની રહેશે અને આ યાત્રા તા. ર૦ માર્ચના રોજ મુંબઇમાં પૂરી થશે, દેશના ૧પ રાજ્યમાં ૧૧૦ જિલ્લામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે, જેમાં ગામેગામ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો જોડાશે. આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જાહેર કર્યું હતું કે અમારા અગ્રણી નેતા રાહુલ ગાંધીના નેજા હેઠળ કોંગ્રેસના કાર્યકરો ખુશ છે અને લગભગ સવા બે મહિના સુધી આ યાત્રા ચાલશે.
આ યાત્રા મણીપુરના ચાર જિલ્લા, નાગાલેન્ડના પાંચ, આસામના ૧૭, અરુણાચલ અને મેઘાલયના ૧-૧, પશ્ર્ચિમ બંગાળ ૭, બિહાર ૭, ઝારખંડ ૧૩, ઉડીસા ૪, છત્તીસગઢ ૭, ઉત્તરપ્રદેશ ર૦, મઘ્યપ્રદેશ ૯, રાજસ્થાન ર, ગુજરાત ૭ અને મહારાષ્ટ્રના ૬ જિલ્લાઓ સહિત કુલ ૧૬૧૩ કી.મી.માં આ યાત્રા પહોંચશે, માર્ગમાં કોંગ્રેસના અગ્રણીઓ યાત્રાનું ભવ્ય સ્વાગત કરશે. મોબાઇલ નંબર ૯૮૯૧૮૦ર૦ર૪ પર તમે મીસકોલ મારો અને આ ન્યાયની લડાઇમાં કોંગ્રેસ તમને સાથ આપશે. આ યાત્રા બેરોજગારી, નોકરી ન મળતા યુવાનો, કર્જમાં ડૂબેલા કિશાનો અને મોંઘવારીના માર અને દવા માટે સંઘર્ષ કરતા લોકો અને ગરીબોને ન્યાય મળે એ માટે લોકોને સમજાવવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં વિક્રમ માડમની સાથે જામ્યુકો વિપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતા અલ્તાફ ખફી, પ્રદેશ કોંગ્રેસના મંત્રી સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, નગરસેવકો જૈનબ ખફી, નુરમામદ પલેજા, આનંદ ગોહિલ, ભરત વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech