ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ

  • July 02, 2024 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ ૫૩.૧ મીટર છે. જ્યારે લેવલ ૫૨ મીટર છે. ઈનફ્લો ૬૫૬ ક્યુસેક છે.


રાજકોટ સબ ડિવિઝન નંબર-૧ના નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલની યાદીમાં જણાવાયું છે કે, ધોરાજીના ભોળા ગામ ઉપરાંત ભાદર-૨ના હેઠવાસમાં આવતા વિસ્તારો ૧. ભોળા સિંચાઈ યોજના, ૨. ભોળ ગામડા, ૩. છાડવાવદર, ૪. સુપેડી ઉપલેટા, ૫.ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ૬. ચિખલિયા, ૭. સમઢિયાળા, ૮. ગાણોદ, ૯. ભીમોરા, ૧૦. ગાઢા, ૧૧. ગાંદોદ, ૧૨. હાફડોડી, ૧૩. ઈસરા, ૧૪. કુંડેત, ૧૫.લાઠ, ૧૬. મેલી (મજેઠી), ૧૭. નિલાખા, ૧૮.તલગાણા, ૧૯. ઉપલેટા ગામોના લોકોએ નદી કાંઠા વિસ્તાર તથા નદી પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.


પોરબંદર કુતિયાણાના ૧. ભોગસર, ૨. બિલડી, ૩. છુટા, ૪. છત્રાવા, ૫.કટવાણા, ૬.કુતિયાણા, ૭.માંડવા, ૮.પસવારી, ૯. રોઘડા, ૧૦. સેગ્રાસ, ૧૧. થાપડા માણાવદર, ૧૨.ચીલોદરા, ૧૩. રોઘડા, ૧૪. વડાસડા, ૧૫. વેકરી પોરબંદર, ૧૬. ચીકાસા, ૧૭. ગારેજ, ૧૮. મિતરાળા, ૧૯. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવે છે કે, આ ગામોના લોકોએ નદી કાંઠા વિસ્તાર તથા નદી પટમાં અવરજવર કરવી નહીં. 


ધોરાજી મામલતદારશ્રી તથા ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા ભાદર-૨ ડેમ ૧૦૦ ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારના લોકોને માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લઈ જવા તથા તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. આ સાથે જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમ ખાતે માહિતી મોકલી આપવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application