શિવરાજપુર બીચ પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી ન્હાવા અને સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ

  • May 25, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. 4 જૂનથી બીજી ઓગસ્ટ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ન્હાવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે બીચમાં ન્હાવું કે સ્વીમીંગ કરવું જોખમી થઈ શકે છે. શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ - સર્વે નં. 58 થી શિવરાજપુર બીચના ખાડી-2 પોઇન્ટના છેડા સુધી, 5 કીલોમીટર સુધીની લંબાઈનો દરિયાકાંઠાનો વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા. 4 જૂનથી તા. 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application