કાયદાનું ભાન કરાવતી દ્વારકા પોલીસ : આરોપીને જેલ હવાલે કરાયો
રેન્જ આઇજી અશોક કુમાર યાદવદ્વારા ગુજસીટોકના જે આરોપીઓ જામીનમુકત થયેલ હોય અને શરતભંગ કરેલ હોય અથવા તો જામીનમુક્ત થયા બાદ ફરિથી ગુના આચરેલ હોય તેવા આરોપીઓ વિરુધ્ધ જામીન રદ કરવા અંગેની સુચના આપેલ જેના અનુસંધાને અગાઉ દ્વારકા જિલ્લામાં દ્વારકા-ઓખા- મિઠાપુર પંથકમાં કુખ્યાત બનેલી બિચ્છુ ગેંગ વિરૂધ્ધ 2022 માં દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય માર્ગદર્શન હેઠળ ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ કરાવી ટોળકીના સભ્યોને જેલ હવાલે કરવામાં આવેલ હતા.
ત્યાર બાદ પંથકમા વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતામાં ક્રૂરતા વતર્વિનાર ગેંગોથી પ્રજાજનોની હાલાકી બંધ થયેલ. હતી, જેમાં ડો. હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ દ્વારા સખ્ત તપાસ કરી અને આરોપીઓ વિરુધ્ધ અસરકારક ચાર્જશીટ કરી અને બે વર્ષ સુધી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સફળ રહેલ હતા. જેમાં તાજેતરમાં આરોપીઓ હાઇકોર્ટમાંથી જામીન મંજુર થયેલ.
જે આરોપીઓએ ફરીથી સૌરાષ્ટ્ર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત પ્રવેશ કરી અને ફરીથી ગુન્હાઓ આચરવાનો પ્રયત્ન કરતા રાજકોટ રેન્જ અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આરોપીઓ વિરુધ્ધ કડક હાથે કામ લેવા સુચના કરતા ડો.હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ તથા સાગર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકા વિભાગનાઓને આરોપીઓના જામીન રદ થવા અંગેની દરખાસ્ત તૈયાર વિગતવારની દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથેની દરખાસ્ત કોર્ટમાં કરવામાં આવેલ.
જે દરખાસ્ત અન્વયે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તુષાર ગોકાણી દ્વારા સ્પે.ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરતા તે દલીલો કોર્ટ દ્વારા માન્ય રાખી અને આરોપીઓના જામીન રદ થવાનો હુકમ કરી અને આરોપીઓના ઘરપકડ વોરંટ જારી કરેલ. જેમાં અગાઉ છ આરોપીઓને જેલ હવાલે કયર્િ બાદ ફરીથી જિલ્લા પોલીસ વધુ એક આરોપીની વાંચમાં રહી આરોપી મેરૂલા વાલાલા માણેક રહે. મેવાસા ગામ તા. દ્વારકા જી.દેવભૂમી દ્વારકાને મીઠાપુર પો.સ્ટે. વિસ્તાર ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સીથી પકડી પાડી અને વધુ એક આરોપીના જામીન રદ કરાવી અને આરોપીને ફરીથી તા.21/02/2025 ના રોજ ટુંકા ગાળામાં ફરીથી રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅકસ્માતની ઘટના મામલે સાંજે સિટી બસ એજન્સીના સંચાલકના નિવેદન લેવાશે
April 21, 2025 03:46 PMએન્જિનિયરિંગ બ્લોકથી ડિવિઝનની પોરબંદરથી ચાલતી બે ગાડીઓને અસર થશે
April 21, 2025 03:45 PMચોરી કરાયેલા ચાર મોબાઈલ સાથે મહિલા સહિત ૪ શખ્સો ઝડપાયા
April 21, 2025 03:44 PMમોટી જાગધારગામે વાડી વિસ્તારમાંથી ા. ૩ લાખની રોકડ સાથે છ જુગારી ઝડપાયા
April 21, 2025 03:42 PMસંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે વિવિધ પ્રશ્ર્નોના નિકાલ માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી
April 21, 2025 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech