આ અંગેની હકીકત મુજબ, 2014ની સાલના આ બનાવમાં શહેરના ગોકુલધામ વિસ્તારમાં આવેલી વિનીત એન્જિનિયરિંગ નામના કારખાનામાં કામ કરતા ભીમસિંગ કાલુસીંગ સોનીની સાથે કારખાનામાં કામ કરતો ગોવિંદરામ કાલુરામ ખાન ભીમસિંગની પુત્રીઓની વારંવાર મશ્કરી કરતો હોવા બાબતે તેને ઠપકો આપતા ગોવિંદરામને સારું નહીં લાગતા બંને વચ્ચે થયેલી બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી ગોવિંદરામ ખાને ભીમસિંહ સોની ઉપર છરી વડે હુમલો કરી છાતીમાં ઝીંકી દેતા મરણ ગયા હતા. વર્ષ 2014ના આ બનાવ અંગે જે તે વખતેમાલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવ બાદ ગોવિંદરામ ખાન દસ વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો. દરમિયાન માલવિયાનગર પોલીસે નેપાળ ખાતે તેના વતનમાં તપાસ કરતા તે તામિલનાડુમાં હોવાની માહિતી મળી હતી, જેને આધારે પોલીસે વિશેષ તપાસ ચલાવી ગોવીંદરામ કાલુરામ ખાનને તિરુનેલવેલી ખાતેથી ઝડપી લઇ રાજકોટ લાવી, ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ જેલ હવાલે કરાયો હતો, બાદમાં આરોપી ગોવીંદરામ ખાને જામીન અરજી કરી હતી, જે જામીન અરજી ચાલવા પર આવતા, જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ આબિદ સોસન દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો હોય તેમજ આરોપી ગુના બાદ પ્રથમ નાસતો ફરતો હોય અલગ અલગ જગ્યાએ તેમજ નજરે જોનાર સાહેદ દ્વારા આરોપી સામે પ્રથમ દર્શને પુરાવો હોય તે તમામ હકીકત અને દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ પી. જે. તમાકુવાલાએ આરોપી ગોવિંદ રામ કાલુ સિંઘ ખાનની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ આબિદ સોસન રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદરેક સ્ત્રી તેની નબળાઈ: પ્રીતિકા રાવનો હર્ષદ અરોરા પર આરોપ
April 18, 2025 12:23 PMઆમિર ખાનની 'સિતારે જમીન પર '20 જૂને રીલીઝ થશે
April 18, 2025 12:21 PM'જાટ' વિવાદમાં ફસાઈ, સની દેઓલ અને રણદીપ હુડા વિરુદ્ધ જાલંધરમાં ફરિયાદ
April 18, 2025 12:20 PMવિરાટ-અનુષ્કાના પરિવારની એઆઈ ઈમેજએ મચાવી ધૂમ
April 18, 2025 12:18 PMશહેરનો રાજાશાહી વખતનો ભુજીયો કોઠો નવ નિર્મિત થઇને થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે
April 18, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech