જામનગરમાં બફારો: વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન 35 ડીગ્રી

  • July 09, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મગફળી અને કપાસનું વાવણી કાર્ય પુરજોશમાં


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગરમીમાં વધારો-ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ગઇકાલે મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું હતું, બીજી તરફ મોડી સાંજે 30 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી થોડી રાહત થઇ હતી. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  35 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.5 ડીગ્રી, હવામાં ભેજ 88 ટકા અને પવનની ગતિ 25 થી 30 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક સ્થળોએ ઝાપટા પડયા છે.


કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શ થઇ ગયું છે, લગભગ 1.25 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 35 થી 38 ટકા જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડી ગયો છે.


આઠેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, આ વખતે પણ ગયા વખતની જેમ જ વાવેતર થશે, જો કે એક મહીના પહેલા હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, 114 ટકા વરસાદ પડશે એ પ્રમાણે વરસાદ પડશે તેમ લાગે છે. જામનગરમાં પણ વાદળો છવાતા રહેતા હોય છે, પરંતુ વરસાદ વરસતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application