સીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો

  • December 27, 2024 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી રહેલો અને રૂ.6000 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા આખરે CIDના સકંજામાં આવી ગયો છે. CIDએ તેને મહેસાણામાંથી ઝડપી પાડ્યો છે, જેનાથી આ ચકચારી કેસમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે.


ભૂપેન્દ્ર ઝાલાની આગેવાની હેઠળની BZ ગ્રુપે ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારોને છેતર્યા હતા. આ કૌભાંડ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફેલાયેલું હતું, જેમાં લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી દીધી હતી. આ ઉપરાંત, રૂ. 5 લાખના રોકાણ પર 32 ઇંચનું LED ટીવી અને રૂ. 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટ્રીપ જેવી ઓફરો પણ આપવામાં આવતી હતી. શરૂઆતમાં રોકાણકારોને વચન મુજબ ઊંચું વ્યાજ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને પછીથી કરોડો રૂપિયા ઉઘરાવીને તેઓ ફરાર થઈ ગયા હતા.


આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ CID દ્વારા ઝાલા અને તેના સાથીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઝાલાના કેટલાક એજન્ટોની પણ ધરપકડ કરી હતી. જો કે, મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા એક મહિનાથી ફરાર હતો, જેના કારણે પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. આખરે CIDને બાતમી મળતા તેને મહેસાણામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application