જામનગરમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરુ: ચૂંટણી ચિન્હ કમળનું વોલ પેઇન્ટીંગ

  • January 17, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરના પગલે જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટીંગના રુપમાં ચૂંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે, જુદી જુદી દિવાલો પર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળનું પેઇન્ટીંગ અને ફીર એક બાર ભાજપ સરકાર તથા ફીર એક બાર મોદી સરકારના સૂત્રો લખવામાં આવ્યા છે, ગઇકાલે આખો દિવસ ભાજપના આગેવાનો દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા ઉપરાંત મોટાભાગના નગરસેવકો અને ભાજપના આગેવાનો જુદા જુદા સ્થળે સાથે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application