જેતપુર તા.પં.માં ૧૬ બેઠકો મેળવી ભાજપે સત્તા જાળવી

  • April 29, 2026 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકોમાંી ભાજપે ૧૬ બેઠકો કબ્જે કરી ફરી સતા કબ્જે કરી છે. જ્યારે ત્રણ બેઠક પર આપ અને એક પર કોંગ્રેસ વિજેતા બનતા આપ મુખ્ય વિરોધપક્ષની ભૂમિકામાં આવી ગયું છે. અને જિલ્લા  પંચાયતની ચારેય બેઠક પર પણ ભાજપે ફરીી કબ્જો જમાવી દીધો છે. સનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાં મેવાસાની એક બેઠક પર ભાજપના નયનાબેન સાવલીયા બિનહરીફ તાં ૧૯ બેઠકો પર ચૂંટણી યોજાયેલ હતી. જેમાં આજે યેલ મતગણતરીમાં ભાજપ ૧૫ બેઠક પર વિજય તા ૧ બિનહરીફ સહિત કુલ ૧૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી યા હતાં. જ્યારે આપના ત્રણ અને કોંગ્રેસનો એક ઉમેદવાર વિજેતા તા ગત ચૂંટણીની જેમ જ ભાજપે ફરી ૧૬ બેઠકો સો તાલુકા પંચાયત કબ્જે કરી હતી જ્યારે કોંગ્રેસને એક બેઠકનું નુકશાન યું હતું અને આપને ત્રણ બેઠક મળતા તેઓ મુખ્ય વિરોધપક્ષની ભૂમિકામાં આવી ગયું હતું.  ૧૯ બેઠકો પરના ઉમેદવારો જેમાં ભાજપના વિજેતા ઉમેદવારોના વિજયી ઉમેદવારની વાત કરીએ તો આરબટીંબડી બેઠક પર વર્ષાબેન ઠુંમરને ૧૪૯૦ મત, બોરડી સમઢીયાળા બેઠક પર ક્રિષ્નાબેન બુટાણીને ૧૧૩૧ મત, ચાંપરાજપુર બેઠક પર રવિરાજ વાળાને ૧૬૦૦ મત,ચારણીયા બેઠક પર ભાજપના મીનાબેન કેરવાડિયાને ૧૨૩૬ મત, દેવકીગાલોળ બેઠક પર કૈલાશબેન જોશી ૧૬૨૧ મત, જેતલસર ગામ બેઠક પર પૂજાબેન જેઠવા ૧૦૬૧ મત, જેતલસર જંકશન બેઠક પર નરેશભાઈ જેઠવા ૧૧૫૮ મત, કેરાળી બેઠક પર જાગાભાઈ સોલંકી ૧૫૧૧ મત, ખીરસરા બેઠક પર વિજયાબેન ધાંધલને ૧૩૭૮ મત, મોટાગુંદાળા બેઠક પર ભરતભાઇ ડાભી ૧૨૩૧ મત, પેઢલા બેઠક પર ભાવનાબેન ખૂંટ ૧૮૭૧ મત, પીઠડીયા બેઠક પર મીરાબેન ડાવરા ૧૫૫૧ મત, ઉમરાળી બેઠક પર ભગવાનજીભાઈ વિરડીયા ૧૮૬૧ મત, વીરપુર -૧ બેઠક પર રમેશભાઈ શેખ ૧૩૨૮ મત, વીરપુર -૨ બેઠક પર રમેશભાઇ કોઠારી ૧૦૩૫ મતે યા હતાં. જ્યારે કોંગ્રેસ માત્ર એક જ બેઠક પાંચપીપળા જીજ્ઞેશભાઈ જોડિયા ૧૧૫૧ મત મળતા વિજેતા બન્યું હતું.જ્યારે જેતપુર તાલુકા પંચાયતમાં તો આમ આદમી પાર્ટી ક્યારેય એક પણ બેઠક વિજેતા બની ન હતી એટલે જેટલા ઉમેદવાર વિજેતા બને તે આપ માટે નફો જ હતો. જેમાં ાણાગાલોળ બેઠક પર મિતલબેન ઉંધાડ ૧૬૪૪ મત, અમરનગર બેઠક પર પારુલબેન કોટડીયા ૧૨૬૯ મત અને વાડાસડા બેઠક પર ચન્દ્રીકાબેન મકવાણા ૮૮૪ મત મળતા વિજેતા યા હતાં....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application