નેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન

  • April 18, 2025 12:10 PM 


નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ થતાં કોંગ્રેસ દ્વારા ઇડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ત્યારે તેના વિરોધમાં આજે જામનગરમાં શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલયથી ટાઉનહોલ થઈ લાલબંગલા સુધી રેલી યોજવામાં આવી હતી. અને ત્યાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ સૂત્રચાર કરવામાં આવ્યા હતા. આ રેલીમાં વિશાળ સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પ્લે કાર્ડ સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ   કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિમલ કગથરા તથા મહામંત્રી મેરામણ ભાટુ, ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ આગેવાનો કાર્યકર્તાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application