શહેરના જશોનાથ સર્કલ નજીક યુવાન પર હુમલો

  • May 05, 2025 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 શહેરના જશોનાથ સર્કલ નજીક મોડી રાત્રે એક યુવાન પર ઘાતક હથિયાર વડે હુમલો થતા તેને ૧૦૮ મારફત સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નોંધનીય છે કે ભાવનગરમાં છેલ્લા દિવસોથી સામાન્ય બાબત પર મારામારી, હુમલા, ધાક-ધમકી આપવા સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં ચિંતા જનક વધારો થવા સાથે કાયદો અમે વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય સામાન્ય લોકોમાં પોતાના જા-માલની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.
શહેરના જશોનાથ સર્કલ નજીક મોડી રાત્રે જૂની વિઠ્ઠલવાડી વિસ્તારના રૂમ નંબર ૫૪૭માં રહેતા અજયસિંહ વાઘુભા ગોહિલ(ઉ. વ. ૩૮) પર ઘાતક હથિયાર વડે હુમલો કરાતા અજયસિંહને પડખાના ભાગે ઇજા થતા ૧૦૮ મારફત સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application