નવાગામ (ઘેડ) માં બે ભાઈઓ પર કેટરીંગ સર્વિસના પૈસાની લેતી-દેતીના મામલે હુમલો

  • September 03, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ સામે નોંધાવાતી ફરિયાદ


જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુરમ સોસાયટીમાં રહેતા અને કેટરિંગ સર્વિસમાં કામ કરતા બે ભાઈઓ ઉપર કેટરીંગ સર્વિસના પૈસાની લેતી દેતી ના મામલે ૩ શખ્સો એ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે બે હુમલાખોર આરોપીઓને ઝડપી લીધા છે.


આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુરમ સોસાયટીમાં રહેતા અને કેટરિંગ સર્વિસ માં કામ કરતા ધર્મેશ દિલીપભાઈ ગોહિલ નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ હિતેશ ઉપર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અલ્પેશ કોળી, સંજય કોળી અને પરેશ કોળી સામે ફરિયાદ નોંધાવી છે.


જેમાં ફરીયાદી યુવાનને માથામાં વધુ ઈજા થઈ હોવાથી ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને ભાઈઓ કેટરિંગ સર્વિસ માં કામ કરતા હતા, જ્યાં આરોપી અલ્પેશની પત્ની પણ કામ કરે છે, અને પૈસાની લેતી દેતીના મામલે ઝઘડો થયા પછી આ હુમલો કરાયા નું જાહેર થયું છે. પોલીસે અલ્પેશ અને સંજય નામના બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application