સિક્કામાં પાણી ઉડાડવાના પ્રશ્ને બે ભાઈઓ પર હુમલો

  • January 30, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી દંપત્તિ સહિત ત્રણ સામે ફરિયાદ

સિક્કામાં રહેતા રબારી બંધુઓ પર પાણી ઉડાડવાના પ્રશ્ને પાડોશી દંપત્તિ સહિત ત્રણ સામે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપરી વિસ્તારમાં રહેતા કરસનભાઈ સોમાભાઈ વાઘેલા નામના ૨૮ વર્ષના રબારી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા નવલસિંહ તેમજ તેના પત્ની રંજનબા નવલસિંહ, અને પુત્ર અનિરુદ્ધસિંહ નવલસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન પોતાના ઘરની દિવાલ પર પાણી છાંટતો હતો, દરમિયાન પાણીના છાંટા પાડોશીના રસોડા ઉપર પાણીના છાંટા પડતાં પાડોશી દંપત્તિ વગેરે ઉશ્કેરાયા હતા, અને બંને ભાઈઓ પર હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
***
મેડી ગામમાં એઠવાડનો કચરો નાખવાના પ્રશ્ને બબાલ
મેડી ગામમાં રહેતા વૃઘ્ધ પર એઠવાડનો કચરો નાખવાના પ્રશ્ને હુમલો કરાયો છે. જે અંગે ગામમાં રહેતા શખ્સ સામે પંચ-એમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મેડી ગામમાં રહેતા મધુભાઈ દેવાભાઈ ચાડસણીયા નામના ૭૦ વર્ષના પટેલ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર હુમલો કરવા અંગે ધરમશીભાઈ ચાડસણીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ગત તા. ૨૫ના રોજ સવારના સુમારે ફરીયાદી તેમના ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે આરોપી ધરમશી ફરીયાદીના ઘરની બાજુમાં આવેલ વાડા પાસે ઉભો હતો, ત્યારે એઠવાડનો કચરો નાખેલ હતો અને ફરીયાદીએ કચરો નાખવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી માથાના ભાગે મુંઢ ઇજા પહોચાડીને ફરીયાદીને ધમકી દીધી હતી.
***
આરંભડાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભરતભા પોલાભા સુમણીયા નામના ૩૫ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે પાસ પરવાના વગરની રૂપિયા ૧,૦૦૦ ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application