મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર વાહન અથડાવવાના મામલે હુમલો

  • March 07, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લખિયા ગામના મામા-ભાણેજ સહિત ચાર સામે ફરિયાદ

જામનગર તાલુકાના મોટી ખાવડીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવાન પર વાહન અથડાવવા અંગેની તકરારમાં લખીયા ગામના મામા-ભાણેજ સહિત ચાર શખ્સોએ ધોકા, ઢીકાપાટુ વડે હુમલો કરી માથામાં ઇજા કરી હતી.
મોટી ખાવડી ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પ્રદ્યુમનસિંહ પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.૩૬) ટ્રાન્સપોર્ટરના ધંધાર્થીને માથામાં લાકડાના ધોકા-વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની લખીયા ગામમાં રહેતા હાર્દિકસિંહ ચુડાસમા અને તેના મામા તથા અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ ફરીયાદીની બસ સાથે પાછળથી આરોપી હાર્દિકસિંહની ફોરવ્હીલ ગાડી અડી જતા આ બાબતે સમજાવવા જતા આરોપી ઉશ્કેરાઇ જઇ તેના મામાને બોલાવી ધમકી આપી હતી અને ધોકા તેમજ ઢીકાપાટુ વડે માર મારી ઇજા કરી હતી.
***
નિકાવા ગામમાં માતા-પુત્ર પર હુમલો: ત્રણ પાડોશી સામે ફરિયાદ

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા વૃદ્ધ મહિલા અને તેના પુત્ર પર હુમલો કરાયો છે, અને પાડોશમાં જ રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. ઇજાગ્રસ્ત મહિલાના પુત્રની સાળી સાથે પાડોશીના પુત્રએ પ્રેમ લગ્ન કરી લેતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતી વીરુબેન ઇસ્માઈલભાઈ નકાણી નામની ૮૪ વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર રફિકભાઈ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા રહીમ ઇબ્રાહીમભાઇ નકાણી, રૂસ્તમ રહીમભાઈ નકાણી, અને રજાક અલારખા ઓડિયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વીરુબેનના પુત્ર રફિકભાઈ ની સાળી અને પાડોશમાં રહેતા આરોપી રહિમભાઈના પુત્રએ ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતા, જેનું મન દુ:ખ રાખીને પાડોશી આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી દીધી હોવાનુુંં પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application