જામનગરમાં ગેસ્ટહાઉસના સંચાલક પર ધોકા વડે હુમલો

  • April 06, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇડી પ્રુફ વીના રૂમ ભાડે નહીં આપતા એક શખ્સ વિફર્યો


જામનગરના એસટી ડેપો રોડ પર આવેલા ગેસ્ટહાઉસમાં આઇડી પ્રુફ વીના રૂમ ભાડે નહી આપતા આ બાબતનું મનદુ:ખ રાખીને એક શખ્સે ગેસ્ટહાઉસવાળા પર ધોકા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા કયર્નિી તેમજ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી દીધી હતી.


જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ સોનલનગર વિસ્તારમાં રહેતા જીવરાજ રાણાભાઇ ચાવડા (ઉ.વ.39)એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના દીવુભા સુખુભા જાડેજા નામના શખ્સ સામે આઇપીસી કલમ 326, 324, 504, 506(2), એટ્રોસીટી તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


આરોપી દિવુભા ફરીયાદીના એસટી ડેપો સામે શિવમ કોમ્પ્લેક્ષમાં આવેલા ચંદ્રમોલી ગેસ્ટ હાઉસમાં તેમના સગાના રૂમ ભાડે રખાવવા માટે તા. 4ના રોજ ગયા હતા, જો કે તેની પાસે કોઇ આઇડી પ્રુફ ન હોવાથી ફરીયાદી જીવરાજભાઇએ રૂમ આપેલ ન હતો, જે બાબતનો ખાર રાખીને આરોપી દિવુભાએ લાકડાના પાવડાનો હાથો લઇ આવી, અપશબ્દો બોલી, ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી હાથા વડે આડેધડ શરીરે માર માર્યો હતો.


જેમાં ફરીયાદીને કોણીથી નીચેના ભાગે ફ્રેકચર તથા આંગળીમાં ઇજા અને પગમાં ગોઠણથી નીચેના ભાગે બે ફ્રેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આથી મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો, ફરીયાદના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application