ભૂપત આંબરડીના આસામીને વીજ ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ભરવા હુકમ

  • September 13, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના ભૂપત આંબરડી ગામમાં ત્રણ વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કરી એક આસામીને નજીકના થાંભલેથી લંગર નાખી વીજચોરી કરતાં પકડી પાડ્યા હતા. જે નોંધાયેલો ફોજદારી ગુન્હો ચાલી જતાં અદાલતે આ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી સીધી સજાના બદલે એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ ૨૫ હજારના જામીન તેમજ જાત મુચરકા આપવાનો હુકમ કરવા ઉપરાંત દંડ ની રૂ. ૧ લાખ ઉપરાંતની રકમ ત્રણ ગણી ચૂકવી આપવા અથવા છ મહિનાની કેદ ભોગવવા હુકમ કર્યાે છે.


જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામમાં રહેતા ગજેન્દ્રસિંહ ઉદેસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ગઈ તા.૫-૧-૨૧ના  વીજ કંપનીના સ્ટાફે ચેકીંગ કરતા આ આસામી પોતે વીજ મીટર ધરાવતા હોવા છતાં ઘર પાસે આવેલા થાંભલામાંથી સર્વિસ વાયર મેળવી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવતા આ આસામીને રૂ. ૧,૦૮,૫૮૪ નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને તેની સામે ફોજદારી ફરિયાદ કરાઈ હતી.


તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગજેન્દ્રસિંહ જાડેજાને વીજ અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવ્યા પછી તે ગુન્હાની સીધી સજા ન કરી હતી પરંતુ એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ૨૫ હજારના જામીન તથા જાતમુચરકા રજૂ કરવાનો હુકમ કર્યાે છે. તે ઉપરાંત વીજચોરીના બીલની ત્રણ ગણી રકમ ૩૦ દિવસમાં દંડ પેટે જમા કરાવવા અન્યથા છ મહિનાની કેદ ભોગવવા આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પબ્લિક પ્રોસીક્યુટર પિયુષ પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application