વિજ બીલના નાણા લોકો પાસેથી લઇ કર્મચારીએ જમા ન કરાવતાં નગરસેવિકા વેલણ લઇને પીજીવીસીએલ કચેરીએ પહોંચી

  • May 29, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેબ્રુઆરી માસથી દંપતિને કોઇ જવાબ ન મળતા વિજ કચેરીમાં હંગામો


જામનગર શહેરમાં વિજ કર્મચારીએ એક દંપતિ પાસેથી વિજ બીલના પિયા લઇને કચેરીમાં જમા ન કરાવતા આખરે આ દંપતિને લઇને નગરસેવિકા રચના નંદાણીયાએ ગઇકાલે પીજીવીસીએલના અધિક્ષકની ઓફીસમાં વેલણ લઇને ઘસી ગયા હતાં અને અધિક્ષકે પણ આ વાત જાણતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને તપાસ કરવા ખાતરી આપી હતી.


જાણવા મળતી વિગત પ્રમાણે પીજીવીસીએલના કર્મચારી તા.2 ફેબ્રુઆરીના રોજ તમારા બીલના નાણા બાકી છે તેમ કહીને ગૃહ ઉદ્યોગ ચલાવતા આશાબેન અને હરીશભાઇ ચંદારાણા નામના દંપતિ પાસે જઇને વિજ બીલના બાકી નાણા ા.8 હજારની ઉઘરાણી કરીને લઇ ગયા હતાં ત્યારે ા.5200 ઓનલાઇન અને 2800 રોકડા લીધા હતાં, ત્યારબાદ પરીવારને કોઇપણ જાતની પહોંચ આપવામાં આવી ન હતી.


પીજીવીસીએલ દ્વારા બીલમાં રકમ ચડત થઇને આવતાં ા.29 હજારનું બીલ આવ્યું, ત્યારે નગરસેવિકા રચના નંદાણીયાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને ફરિયાદ કરીને કર્મચારીએ નાણા ન આપ્યા હોવાની અને ઉઘ્ધત જવાબ આપતા હોવાની પણ ફરિયાદ કરી હતી. ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં પણ આ કર્મચારી વિઘ્ધ અરજી કરવામાં આવી છે, આ અંગે પીજીવીસીએલના અધિક્ષક વાય.આર.જાડેજાને નાણા ટ્રાન્સફર થયાની વિગતો રજૂ કરતા તેમણે નાયબ ઇજનેર અજય પરમારને બોલાવીને આ કર્મચારીનો ખુલાસો પુછવા સુચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application