જામનગરના 400 અને દ્વારકાના 300 જેટલા કર્મચારીઓએ ગઇકાલથી પગાર, ટેકનીકલ કેડર અને અન્ય મામલે હડતાલ ઉપર ઉતરી જતાં આરોગ્ય સેવાને અસર
જામનગર સહિત હાલારના 700 જેટલા કર્મચારીઓ વિવિધ મુદે હડતાળ પર ઉતરી ગયા છે, 2022માં આ પ્રશ્ર્ને સમાધાન થયું હતું, ત્યારબાદ પ્રશ્ર્નો ન ઉકેલાતા એમએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ કેડરના કર્મચારીઓએ ગ્રેડ પેની પગાર સુધારણાની માંગણી તેમજ એમપીએસડબલ્યુ, એફએચડબલ્યુ કેડરને પંચાયત વિભાગ દ્વારા નિયત કરેલી ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે, ફીકસ પગાર ધરાવતા અને રેગ્યુલર પગાર ધરાવતા વર્ગ-3ના કર્મચારીઓએ ગઇકાલથી અચોકકસ મુદતની હડતાળ શ કરી છે, જેના લીધે આરોગ્ય સેવાને અસર થઇ છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ વહિવટી પ્રશ્ર્નોનો નિકાલ, નિરાકરણ નહીં આવે તો આગામી તા.7 એપ્રિલના રોજ માસ સીએલનો કાર્યક્રમ રાખી હડતાળ પાડવામાં આવશે. દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ ખાતાકીય પરીક્ષા મુકિતનો આદેશ જારી કરી નોંધ કરી જે કર્મચારીઓના આજની તારીખમાં પોતાની સર્વિસમાં 10 વર્ષ પુરા થતાં ન હોય અને પ્રમોશન અનેક પ્રશ્ર્નો ઉકેલવા.
જામનગર જિલ્લા પંચાયતના 400 જેટલા કર્મચારીઓએ પણ ગઇકાલથી હડતાલ શ કરી છે, આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વજુભા જાડેજા, મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા, ક્ધવીનર હીતેશભાઇ ચૌહાણ સહિતના અગ્રણીઓ આ હડતાલને ટેકો આપી રહ્યા છે.
ગુજરાત રાજયની તબીબી કેડરના એસો. જીએમએસ કલાસ-2, મેડીકલ ઓફીસર એસો., ગુજરાત ઇન સર્વિસ એસો. સહિતના એસોસીએશન દ્વારા હડતાળ શ કરવામાં આવી છે. તબીબોના વહીવટી પ્રશ્ર્નોનું નીરાકરણ નહીં આવે તો તા.7 એપ્રિલના રોજ ડોકટરો માસ સીએલ પર જશે તેવું પણ આ એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે, આમ વર્ગ-3ના કર્મચારીઓ પછી ડોકટરો પણ હડતાલ પર ઉતરવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech