અર્જુન કપૂર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો, ફેન્સને ચેતવ્યા

  • December 26, 2024 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ આપી છે. તેણે અજાણ્યા શખસ વિશે જણાવ્યું છે જે પોતાનો મેનેજર બતાવીને લોકોને છેતરતો હતો.


ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે, અર્જુન કપૂરે તેના ફોલોઅર્સને ફેક એકાઉન્ટ વિશે માહિતી આપી હતી, જે તેના મેનેજર હોવાનો દાવો કરી રહ્યો હતો. આ વ્યક્તિ છેતરપિંડી કરનાર હતો. આ છેતરપિંડી કરનાર અર્જુનના નામનો ઉપયોગ કરીને લોકોને તેમની અંગત માહિતી શેર કરવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું કહેતો હતો.


અર્જુને આ વાત કહી
અર્જુને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "મારા ધ્યાને આવ્યું છે કે, એક શંકાસ્પદ વ્યક્તિ લોકોનો સંપર્ક કરી રહ્યો છે અને મારા મેનેજર હોવાનો દાવો કરી રહ્યો છે. તે લોકોને મારી સાથે જોડાવા માટે પણ કહી રહ્યો છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે આ મેસેજો અસલી નથી અને હું ક્યારેય નથી ઈચ્છતો કે કોઈ વ્યક્તિ આવી લિંક્સ પર ક્લિક કરે અથવા તેમની અંગત માહિતી શેર કરે. કૃપા કરીને તમને આવા મેસેજ મેળે તો તુરંત જ એકાઉન્ટ વિશે જાણ કરો. 


અર્જુન કપૂર, જે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે, તેણે હાલમાં જ વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન'ની ટીમને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે લખ્યું હતું કે, "સમગ્ર ટીમને સફળતા માટે શુભકામનાઓ!


અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા તાજેતરમાં રોહિત શેટ્ટીની સ્ટાર-સ્ટડેડ ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. અર્જુન કપૂરની સાથે આ ફિલ્મમાં અજય દેવગન, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સ પણ હતા. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયોમાં જોવા મળ્યો હતો.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત 'સિંઘમ અગેન' 1 નવેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. અર્જુને આ ફિલ્મના સેટ પર વિતાવેલી દરેક ક્ષણને યાદગાર ગણાવીને રોહિત શેટ્ટીનો આભાર માન્યો હતો. તેણે લખ્યું કે, સાચા સમયે, યોગ્ય નિર્દેશક સાથે જે તમારામાં વિશ્વાસ રાખે છે - ક્યારેક આટલું જ લે છે. જ્યારે ઘણા લોકો આમ કરવા તૈયાર ન હતા, ત્યારે રોહિત સરે મારા પર વિશ્વાસ કર્યો અને મને એક પાત્ર ભજવવાની તક આપી જે પ્રેક્ષકોને ગમ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application