પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળાને ભારે વરસાદમાં બંધ રખાવાતાં મેળાની ટેન્ડરની રકમ પરત આપવા રજુઆત સાથે આવેદનપત્ર

  • September 03, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળાને ભારે વરસાદમાં બંધ રખાવાતાં મેળાની ટેન્ડરની રકમ પરત આપવા રજુઆત સાથે આવેદનપત્ર



જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ ૨૦ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધી ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, જેમાં અમારા ધંધાર્થીઓ દ્વારા, ટેન્ડર ભરીને રમકડા સ્ટોલ, ખાણી પીણી અને આઈસ્ક્રીમના સ્ટોલ પોપકોર્ન ના બુથ વગેરે માટે જગ્યા ભાડેથી રાખીને મેળાનું આયોજન કરેલું હતું.


રાઇડ સંચાલકોની વહીવટી તંત્રની મંજૂરી ની જટિલ પ્રક્રિયા ને કારણે નિર્ધારિત સમય કરતાં મેળો ત્રણ દિવસ મોડો શરૂ થયો હતો, ઉપરાંત મુખ્ય તહેવારના દિવસા દરમિયાન જ જામનગર શહેર જિલ્લામાં ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોની જાનમાલની સલામતીને અનુલક્ષીને શ્રાવણી મેળાઓ નવી સૂચના ન અપાય, ત્યાં સુધી બંધ રાખવા માટેનો આદેશ કરાયો હતો. અને આજ દિવસ સુધી બંધ છે.


ઉપરાંત ભારે પવન અને વરસાદની વચ્ચે અનેક સ્ટોલ પારકો કે જે લોકોની તબિયત લથડી છે, અને દયનીય હાલતમાં છે. ઉપરાંત મેળા મેદાનમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ, તબીબો જેવી કોઈ સુવિધા ન હોવાથી પણ સ્ટોલ ધારકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.


આ વર્ષે વિલંબથી મેળા શરૂ થયા હોવાથી તેમજ મુખ્ય તહેવારના દિવસોમા બંધ રહ્યા હોવાથી અમોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી છે.


જેથી અમોને મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન રદ કરીને અમારા દ્વારા ભરપાઈ કરવામાં આવેલી રકમ અમોને વળતર સ્વરૂપે પરત આપવામાં આવે, તેવી અમારી માંગણી છે. જે અંગે સત્વરે નિર્ણય લેવા નમ્ર અપીલ છે.આ મુજબ કિશન હસમુખભાઈ રાઠોડ તથા અન્ય મેળાનાં ધંધાર્થીઓ દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદન પત્ર આપતા રજુઆત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application