અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના ભાગપે એકાદ સાહ સુધી ગુજરાતને મેઘરાજાએ ધમરોળયા પછી અત્યારે પણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ ફરી વધુ એક જોરદાર રાઉન્ડ માટે માહોલ બની રહ્યો હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના સત્તાવાળાઓ જણાવી રહ્યા છે.
આઈએમડીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રનું અસ્ના નામનું વાવાઝોડું અત્યારે પાકિસ્તાનના દરિયામાં કરાચીથી ૨૦૦ અને પાકિસ્તાનના પસની બંદરથી ૩૦૦ કીલોમીટર દૂર છે. મસ્કત (ઓમાન) થી ૭૬૦ કિલોમીટર દૂર છે. પાકિસ્તાનના દરિયામાં અત્યારે પ્રતિ કલાકના ૭૦ થી ૮૦ કીલોમીટરની ઝડપે પવન ફંકાય રહ્યો છે. ગુજરાત થી આ સિસ્ટમ પાકિસ્તાનમાં દૂર ચાલી ગઈ છે પરંતુ વરસાદી વાતાવરણને લાગે વળગે છે ત્યાં સુધી તેની હજી સંપૂર્ણ અસર ઓસરી નથી.
દરમિયાનમાં ગઈકાલે બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. આંધ્ર પ્રદેશના ઉત્તર તરફના અને ઓડીસાના દક્ષિણ તરફના દરિયાકાંઠા તરફ તે આગળ વધી રહ્યું છે. આજે સવારે વેલમાર્ક લો પ્રેસરમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી આ સિસ્ટમ આંધ્ર પ્રદેશના કલિંગપટ્ટમ નજીક ગોપાલપુરા અને વિશાખાપટનમ વચ્ચે આજે રાત્રે બાર વાગ્યા આસપાસ ટકરાઈ તેવી શકયતા છે અને ત્યારે પવનની ગતિ કલાકના ૫૫ થી ૬૫ કીલોમીટરની આસપાસ રહેવા સંભાવના છે. બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જોરદાર વરસાદ શ થઈ ગયો છે અને તોફાની પવન ફૂકાઈ રહ્યો છે, આવતીકાલથી વિદર્ભ છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં અને તારીખ 2 થી એટલે કે સોમવારથી ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના દશર્વિવામાં આવે છે.
હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અલગ અલગ બે સિસ્ટમ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરલની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળી રહ્યું છે અને તેના કારણે વરસાદનું જોર સોમવારથી વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર ઘણુ ઘટી ગયું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળ્યો છે. ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ સોમવારથી ફરી વરસાદનું દે ધનાધન શરૂ થાય તેવી શક્યતા છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના 68 તાલુકામાં હળવોથી સામાન્ય વરસાદ પડ્યો છે કચ્છના મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો છે તે સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાં પૂરો એક ઇંચ પણ વરસાદ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech