લાલપુર નજીક મેઘપર માંથી ડીગ્રી વગર નો ડોક્ટર ઝડપાયો:દવા, ઇન્જેક્શન અને સાધનો કબ્જે લેવાયા

  • February 05, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના મેઘપર ગામ માં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર ને  પોલીસ ની એસ ઓ જી શાખા એ ઝડપી પાડ્યો હતો .અને તેના દવાખાના માં થી દવા વગેરે નો જથ્થો કબજે કર્યો હતો.
લાલપુર તાલુકાના મેઘપર ગામ ની  પતરા માર્કેટ માં તબીબી ડીગ્રી નહી  હોવા છતાં એક શખ્સ ડોક્ટર ની  પ્રેક્ટિસ કરતો હોવા ની માહિતી નાં આધારે એસ ઓ જી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો. અને મૂળ પશ્ચિમ બંગાળ ના અવીજીત અધીરભાઈ વિશ્વાસ ને ઝડપી પાડ્યો હતો. આકાશ લોકોને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી .આથી પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી બીપી માપવાનું મશીન,. સ્ટેતાથકોપ , દવા ની ગોળી ઓ વગેરે મળી રૂ.૩૬૯૬ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને તેની સામે મેડિકલ પ્રેક્તિશનેર એક્ટ ની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application