જામનગરમા નાણા ધિરધાર કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

  • July 29, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપી પાસેથી ચેક  કબ્જે કરતી પોલીસ


જામનગર શહેર મા ગેરકાયદે નાંણા ધીરધાર નાં એક કેસ મા આરોપી ને પોલીસે પકડી પાડયો છે.અને તેની પાસે થી ચેક કબ્જે કરવામાં આવ્યો છે.


જામનગર સીટી બી ડીવી.પો. સ્ટે.માં  ગુજરાત નાણા ધીરધાર ની કલમ  મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. આ કામે ફરીયાદીના ચેક આરોપી સાજીદ અજીતભાઈ સફીયા  એ લઈ જતા તથા વ્યાજની ઉઘરાણી બાબતે ઉપરોક્ત નંબર થી ગુન્હો દાખલ થયેલ હોય. આ ગુન્હા આરોપીઓ શોધી કાઢવા હનુમાન ગેઈટ પોલીસ ચોકી ના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા જે દરમ્યાન આરોપી સાજીદ અજીતભાઈ સફીયા ( ઉ.વ.૨૮ રહે.આસુતોષ પેટ્રોલ પંપની બાજુમા કેવડા પાર્ક બેડેશ્વર જામનગર) ને સદરહુ ગુન્હાના કામે અટક કરી આરોપી સાજીદ અજીતભાઈ સફીયા પાસે રહેલ ફરીયાદીના બેંક ખાતાનો એક ચેક કબ્જે કર્યો છે તેમજ આરોપીને પોલીસ સબ ઈન્સ. ડી.જી.રાજ એ ધોરણસર અટક કરી આગળ ની તપાસ ની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application