દ્વારકાધીશના શરણોમાં માથું ટેકવા જાઉં છું.... ગાઢ ધુમ્મસ છતાં અનંત અંબાણીની પદયાત્રા અવિરત ચાલુ, નવમાં દિવસની જુઓ તસવીરો

  • April 05, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ પરિવારના અનંત અંબાણી દ્વારા આ વર્ષે પોતાના 30માં જન્મદિવસની દ્વારકાધીશની પગપાળા યાત્રા સાથે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અનંત અંબાણીનો કાફલો સતત નવ દિવસથી રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી રહ્યો છે અને હવે તેમની આ પદયાત્રા અંતિમ પડાવમાં પહોંચી છે.


આવતીકાલે અનંત અંબાણી દ્વારકા પહોચશે

આજે નવમાં દિવસથી તેમની પદયાત્રા દ્વારકા નજીક ગુરગટ ખાતેથીથી શરૂ કરી અને 10 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું અને હવે આખરી 10 કિલોમીટર પૂર્ણ થતા આવતીકાલે રામનવમીના દિવસે સંભવિત તેમની પદયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પૂર્ણ થશે.


દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા

અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશની અતૂટ શ્રદ્ધા સાથે અને રસ્તામાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ જય દ્વારકાધીશના નાદ સાથે અવિરત પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે રસ્તામાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવી રહ્યું છે.


રસ્તામાં અનકે લોકોના આશીર્વાદ મળી રહ્યા છે

દ્વારકાધીશની પદયાત્રા દરમિયાન રસ્તામાં ચાલતા ચાલતા અનંતભાઈ અંબાણી અનેક લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકોને પણ તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ત્યારે તેમની આ પદયાત્રામાં લોકોના અને સાધુ-સંતોના સાથ સહકારથી અવિરત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application