જામનગરમાં શાંતિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અમેઝિંગ ફન વર્લ્ડ વારા મનોજભાઈ પ્રેમજીભાઈ પટેલ નામના ૭૫ વર્ષના વૃદ્ધ ગઈકાલે ગુરુવારે બપોરના સમયે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે આવેલા અમેઝિંગ ફન વર્લ્ડમાં બગીચામાં કામ કરી રહ્યા હતા, ત્યારે એકાએક તેઓ બેભાન થઈ જતા તેમને મૂર્છિત અવસ્થામાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર જસ્મિનભાઈ મનોજભાઈ પટેલે દ્વારકા પોલીસને કરી છે.
***
હાઈડ્રો ક્રેનની ઠોકરે આરંભડાના યુવાનનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વેજાભાઈ હાડાભાઈ ચાનપા નામના ૪૮ વર્ષના યુવાનને સુરજકરાડી વિસ્તારમાંથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૧૦ એએફ ૨૪૫૪ નંબરના હાઇડ્રો ક્રેનના ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પુત્ર કિશનભાઈ વેજાભાઈ ચાનપાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ હાઇડ્રો ક્રેનના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪ (એ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech