અલીયાબાડા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

  • January 15, 2025 07:41 PM 


જામનગર તા.૧૫ જાન્યુઆરી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૫” અંતર્ગત વિવિધ જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયમાં NSS યુનિટ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમના ભાગરૂપે આર.ટી.ઓ. ઇન્સ્પેકટરશ્રી શુભમભાઇ રૂપાણી અને વનરાજભાઈ વેગડા દ્વારા ભાવિ શિક્ષકોને માર્ગ સલામતી માટે ગુરુમંત્રની વાતો, વિડિઓના માધ્યમથી સુરક્ષા માટે મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


 સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSSના કોઓર્ડિનેટર ડો. જિજ્ઞેશભાઈ લિંબાચીયા દ્વારા સંસ્થાના આચાર્ય ડો. રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application