તા. ૨૫-૨૬ ના રોજ રજૂ કરાશે
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 2025નો પ્રારંભ તેમના ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી કરી લીધી છે. તેઓ 21 અને 22 જાન્યુઆરી 2025ના રોજ વડોદરામાં મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન કરશે. 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ અસાધારણ ટીમે ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યા છે. આ ટીમ તેમના સૂત્ર 'સર્વદા સર્વોત્તમ" દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે 'હંમેશા શ્રેષ્ઠ' જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.
સૂર્યકિરણ ટીમમાં 9 હોક Mk132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ છે. આ પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવવા માટે સઘન તાલીમ મેળવે છે અને તેમનું કૌશલ્ય અને દોષરહિત સંકલન નજીકના ફોર્મેશન ફલાઇંગનો પાયો તૈયાર કરે છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યાં છે, જ્યારે ફલાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર, એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વૉડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે.
વડોદરા ખાતે યોજાનારા એર શો પછી 25-26 જાન્યુઆરી 2025 દરમિયાન જામનગર, 29 જાન્યુઆરી 2025ના રોજ નલિયા અને 31 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech