દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જિલ્લામાં અનેરો ઉત્સાહ

  • February 21, 2024 10:28 AM 

દ્વારકાના ગોમતી ઘાટ ખાતે તારીખ 21થી 23 ફેબ્રુઆરી સુધી સાંજે 7:00 કલાકે મહા આરતીનો કાર્યક્રમ: ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય: ઈલેક્ટ્રીક રોશનીથી  5 લાખ દિવડાની રોશની થશે: મહા આરતીમાં  ગુગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાશે: પૂજારી ગણ દ્વારા પણ તૈયારીઓ: દ્વારકાના ભક્તો પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તમામ નાગરિકોને મહા આરતીમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ


આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી આગામી તા. 21 ફેબ્રુઆરીથી તા. 23 ફેબ્રુઆરી સુધી સાંજે 07:00 કલાકે ગોમતી ઘાટ ખાતે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઈલેક્ટ્રીક રોશનીથી  5 લાખ દિવડાની રોશની કરવામાં આવશે. આ મહા આરતીમાં ગૂગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. તા. 21 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્યશ્રી પબુભા માણેક, તા. 22 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અને તા. 23 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિતના આ મહા આરતીમાં જોડાશે.


જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યક્રમને લઈને નિયુક્ત અધિક કલેકટર એમ કે જોષી, પ્રાંત અધિકારી ભગોરા તેમજ ગુગળી બ્રાહ્મણના અગ્રણીઓના સંકલનથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તા. 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મહા આરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ તમામ નાગરિકોને જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application