ભારે વરસાદના લીધે ધોવાઈ ગયેલા રસ્તાઓના કારણે જામજોધપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
થોડા દિવસો પહેલા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખૂબ જ તારાજી સર્જાઈ હતી જેમાં ઘણાબધા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્રારા તાજેતરમાં માત્ર શહેરી વિસ્તારના ૪૩ ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટે વધારાની ૨ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા જામજોધપુર-લાલપુર ના ધારાસભ્ય હેમંત ખવા દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખી ગ્રામ્ય વિસ્તારની અવગણના બદલ રોષ ઠાલવવામાં આવ્યો છે.
હેમંત ખવાએ પત્રમાં મુખ્યમંત્રીને સંબોધતા જણાવ્યું છે કે, આપ દ્વારા શહેરી વિસ્તારના ૪૩ ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટે વધારાની ૨ કરોડ રૂપિયા ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ખુબ સારી બાબત છે પરંતુ એક ગ્રામ્ય વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના નાતે મારે બહુ દુઃખ સાથે લખવું પડે છે કે છેલ્લા ઘણા વર્ષોથી "સૌનો સાથ સૌનો વિકાસ" ની વાતો કરતી સરકારનો અભિગમ ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે ઉદાસીન રહ્યો છે. જે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો સાથે હળાહળ અન્યાય છે.
ગામડાઓના રસ્તાઓ દસ દસ વર્ષ સુધી નવા બનાવવામાં આવતા નથી જયારે શહેરી વિસ્તારમાં સમયાંતરે નવા રસ્તાઓ બનાવવામાં આવે છે. દર વર્ષની જેમ ગત વર્ષે બજેટમાં પણ ગ્રામ્ય વિસ્તાર સાથે અન્યાય થયો હતો. ગત વર્ષે શહેરી વિસ્તારમાં ટોટલ બજેટના ૬.૩% ફાળવવા માં આવ્યા હતા જેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ બજેટના માત્ર ૨.૯% જ ફાળવવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સૌથી વધુ રોડ-રસ્તાઓ ધોવાઈ જવા કે તૂટી જવાના બનાવો ગામડાઓમાં બન્યા છે તેમ છતાં ગામડાઓની અવગણના કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટે ની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
આથી શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારને પણ આ વધારાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવામાં નહિ આવે તો પ્રજાને સાથે રાખી અમારે આંદોલનાત્મક કાર્યક્રમ કરવા પડશે તેમ હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપિતાની યાદમાં પુત્રએ ચંદ્રાગા પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર લેબનું દાન કર્યું
November 18, 2024 09:49 AMદ્વારકા લોહાણા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો
November 18, 2024 09:45 AMઅમેરિકામાં ફરી ફાઈરિંગ, ન્યૂ ઓર્લિયન્સમાં બે લોકોના મોત, 9 ઘાયલ
November 18, 2024 08:59 AMG20 સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા બ્રાઝિલ, કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત
November 18, 2024 08:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech