શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી સમુદ્રએ દ્વારકા ડૂબાડી દીધી

  • February 26, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીકૃષ્ણએ જયારે દ્વારકા વસાવી ત્યારે સમુદ્રએ ૧૨ યોજન જમીન આપી હતી

ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી દ્વારકામાં જલપ્રલય યો અને બેટ દ્વારકામાંના દ્વારકાધીશના મહેલ સિવાય આખી નગરીને સમુદ્રએ ડુબાડી દીધી. શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ’ના ઉલ્લેખ પ્રમાણે, ’પૃથ્વી પર ૧૨૫ વર્ષ શાસન કર્યા બાદ કૃષ્ણ વૈકુંઠવાસી યા. એ પછી શ્રીકૃષ્ણના મહેલને છોડીને દરિયાએ તમામ જમીન પરત લઈ લીધી. શ્રી કૃષ્ણએ જયારે દ્વારકા વસાવી ત્યારે સમુદ્રએ ૧૨ યોજન જમીન આપી હતી. જોકે, હિંદુઓની ધાર્મિક માન્યતા અને પુરાતત્ત્વવિદોના સમયના આકલન વચ્ચે લગભગ એક હજાર ૫૦૦ વર્ષનો તફાવત જોવા મળે છે. ૧૯૬૦ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કોલેજ દ્વારા ખોદકામ હા ધરવામાં આવ્યું હતું. જેમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષ મળ્યા. અન્ય સ્ળોએ સંશોધન દરમિયાન ચીજવસ્તુઓ મળી એ પછી ખોદકામ ચાલુ રાખતા લગભગ ત્રણેક મીટર પછી ફરી ચીજવસ્તુઓ મળી અને સંશોધન ચાલુ રખાતા ફરી ચીજવસ્તુઓ મળી.
***
આજની દ્વારકા સાતમી નગરી છે
આના આધારે વિજ્ઞાનીઓ એવું અનુમાન લગાવે છે કે દ્વારકાનો એક કરતાં વધુ વખત નાશ યો છે. સનિકોમાં માન્યતા છે કે દ્વારકા છ વખત ડૂબી છે અને અત્યારે જે દ્વારકા છે, તે સાતમી દ્વારકા છે. અગાઉ છ વખત દ્વારકા પાણીમાં ડૂબી ગઈ છે. મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચુકેલા પુરાતત્ત્વવિદ શિકારીપુરા રંગના રાવે ત્યાં અને દરિયામાં વધુ સંશોધન હા ધરવાનું નક્કી કર્યું. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીમાં અંડરવોટર આર્કિયોલોજીની શરૂઆત કરાવડાવી.
***
સમુદ્રની સપાટી આજ કરતા ૧૦૦ મીટર નીચી હતી
લગભગ ૧૫ હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં ૧૦૦ મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી ોડી ઊંચી ગઈ હતી અને ૭૦૦૦ વર્ષ પહેલાં અત્યારે છે તેના કરતાં પણ એ ઉપર ઈ ગઈ હતી. તે પછી ૩૫૦૦ વર્ષ પહેલાં તે ફરીી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સપના ઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું.
***
નવતર સંશોધન
૨૦૦૭ના સંશોધન પહેલાં દરિયામાં ૨ડ્ઢ૧ નોટિકલ માઇલ વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સરવે કરવામાં આવ્યો હતો. જેના આધારે પાણીના બદલાતાં વહેણનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. તેના આધારે ૨૦૦ વર્ગમીટરના વિસ્તારને ગ્રિડિંગ (આલેખની જેમ ઊભી અને આડી રેખાઓ દ્વારા નિર્ધારણ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. તેમાં પણ ઘણા અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પર્દાોનું કાર્બન ડેબિંગ કરાયું તેના પરી સાબિત ાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પોટરી મળી છે તે ઈસુ પૂર્વે ૨૦૦૦ વર્ષ જૂની છે. દરિયાની અંદરી પણ પથ્ર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સો પોટરી વગેરે ની મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે.
***
સોનારી સમુદ્રમાં સંશોધન
તાજેતરનાં વર્ષોમાં સંશોધન માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરિયાના પેટાળમાં ધ્વનિતરંગ છોડે છે અને તેના પડઘાંના આધારે નીચે નક્કર વસ્તુ હોવા વિશે અનુમાન મૂકે છે. આ સિવાય ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ), મોશન સેન્સર તા અન્ય સેન્સરની મદદી દરિયાના પેટાળનો સરવે હા ધરવામાં આવે છે, જેના આધારે વધુ ચોક્કસ સ્ળની માહિતી મળે છે.
***
સરકાર સંશોધન માટે સાધનો આપતી ની
સંશોધનસ્ળે ભરતી-ઓટના અંડરકરંટને કારણે માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દરિયાની અંદર ડૂબકી મારવા માટે સાનુકૂળતા મળે છે. દેશમાં બહુ ોડાં અંડરવોટર આર્કિયોલોજિસ્ટ હોવાને કારણે આ સંશોધન મંરગતિએ આગળ વધે છે. પુરાતત્ત્વવિદ (એએસઆઈમાંી નિવૃત) કે. કે. મોહમ્મદનું કહેવું છે કે સરકાર સંશોધન માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ ની કરાવી રહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application