લાલપુરમાં દિકરાના લગ્નમાં ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી

  • May 12, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલની પરિસ્થીતી અનુસંધાને ફટાકડા નહી ફોડવા અને ડ્રોન નહી ઉડાડવા બાબતે જાહેરનામું અમલમાં છે દરમ્યાન લાલપુરના રૂપાવટી નદીના કાંઠે શનિવારે પોતાના દિકરાના લગ્નમાં ફટાકડા ફોડવા સબબ આ મામલે જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

​​​​​​​
લાલપુરના રૂપાવટી નદીના કાંઠે મંદિર પાસે રહેતા ભુપત કાનાભાઇ પઢીયા (ઉ.વ.૪૭) એ પોતાના દિકરાના લગ્નમાં ફટાકડા ફોડી ભય ફેલાય તેવું કૃત્ય કરી જામનગર જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો આથી લાલપુર પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરીને ભુપતભાઇ સામે બીએનએસ કલમ ૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરીયાદ અનુસંધાને આગળની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News