જામનગર પોકસો કોર્ટનો વધુ એક ચુકાદો : ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ
ધ્રોલ પંથકમાં ૨૦૧૪માં એક સગીરાને ઉપાડી જઇ વારાફરતી દુષ્કર્મ આચરવાના ચકચારી પ્રકરણમાં અગાઉ આરોપીઓ પકડાઇ ચુકયા હતા દરમ્યાન આ અંગેનો કેસ અહીની પોકસો કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે અને ભોગ બનનારને બે લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસની ટુંકી હકીકત એવી છે કે આ કામના ફરીયાદીની સગીર વયની બહેન ભોગ બનનાર ૧૨ વર્ષ ૭ માસ ૨ દિવસવાળીને આ કામના આરોપી મુકેશ ઉર્ફે મુકામ ખેમુ બુંડવડીયા રહે. ભુરીયાફળી, તા.જી. અલીરાજપુર તા. ૧૨-૩-૧૪ના ફરીયાદી તેમની પત્ની રાત્રીના ચભાડીયાની વાડીએ ઘઉ વાઢવા ગયા હતા અને ભોગ બનનાર તથા તેનો ભત્રીજો ઓરડીમાં સુતા હતા આ વાડી હું રહું છુ તે ખેતર એક ખેતર મુકીને આવેલ છે રાતના બાર વાગ્યા સુધી ઘઉ વાઢીને અમારી વાડીએ પાછા આવતા તે વખતે નરવનભાઇએ મને રાડ પાડી કહેલ કે તારી બેનને કોક ઉપાડી જાય છે જેથી હું દોડીને મારી વાડીએ જતા ત્યા મારી બહેન ભોગ બનનાર જોવામાં આવેલ નહી જેથી હું તથા નરવન ભોગ બનનારને શોધવા નીકળેલ પરંતુ ભોગ બનનાર મળેલ નહી અમારા કુટુંબીજનો બધા આવી ગયેલ અને ફરીયાદીના શેઠે વલ્લભભાઇને બોલાવતા તે આવી ગયેલ અને વલ્લભભાઇએ ફોન કરી રમેશ રમુ તથા ભોલા ખેમુની પુછપરછ કરતા તે રમેશે ભોગ બનનાર જયા હતી ત્યા લઇ ગયેલ ત્યાર કપાસમાં ભોગ બનનાર લોહી લુહાણ હાલતમા સુતેલી હતી.
દરમ્યાન તેને પગમા વાગેલ હોય ચાલી શકતી ન હતી ભોગ બનનારને પુછતા ભોગ બનનારે જણાવેલ કે હું રાતના ઓરડીમાં સુતી હતી તે વખતે ૧૧-૩૦ વાગ્યાની આસપાસ રમેશ, ભોલો ખેમુ અને બીજા ૩ અજાણ્યા માણસો એમ પાંચ જણ આવી હુ સુતી હતી ત્યાથી મને ઉપાડી લઇ જવા લાગતા મે રાડો પાડતા રાજુ જાગી ગયેલ પરંતુ તેનાથી તે ડરી ગયેલ હોય આ પાંચેય જણા મને ઢસડીને ખેતરમા લઇ આવેલ પ્રથમ રમેશ, પછી ભોલાએ અને પછી કુંવરસીંગ, ઉગરેસીંગ અને મુકેશે મારી વારા ફરતી આબ બળજબરીથી લીધેલ અને પછી જતા રહેલા અને સવારના હું ઉભી થવા જતા મને ઢસડીને લઇ હોય પગમાં ઇજાઓ થઇ હતી જેથી હું ઉભી થઇ શકી નહી.
જેથી ફરીયાદીએ આ કામના પાંચેય આરોપીઓ વિરુઘ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૨૭ જી, ૩૪૨, ૩૨૫, ૧૦૨બી, ૩૪ તથા પોકસો કલમ-૪, ૬, ૧૦ મુજબની ફરીયાદ કરેલ જે કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં વી.પી અગ્રવાલની કોર્ટમાં ચાલતા સરકાર તરફે ૧૯ જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ અને સરકારી વકીલની દલીલ ગ્રાહય રાખી આરોપી મુકેશને તકસીરવાન ઠરાવી સંયુકત રીતે આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂા. ૨૫ હજાર દંડ અને દંડ ન ભરે તો ૧ વર્ષની સાદી કેદની સજા તથા ૩૬૩ મુજબ ૩ વર્ષની સજા રૂા. બે હજાર દંડ તથા ૩૬૫ મુજબ ૫ વર્ષની સજા રૂા. ૫ હજાર દંડ, ૩૪૨ મુજબ ૬ માસની સજા ૫૦૦ દંડ અને ૩૨૫ મુજબ ૩ વર્ષની સખત કેદની સજા ૫ હજાર દંડ, આઇપીસી ૧૨૦બી મુજબ છ માસની સખત કેદની સજા ૫૦૦ દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. બે લાખ ચુકવવા હુકમ કરેલ આ કેસમાં સરકારી વકીલ ભારતી વાદી રોકાયા હતા.