લાલપુરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

  • March 07, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સજા અને દંડનો હુકમ તથા સગીરાને ૬ લાખ ચુકવી આપવા આદેશ કરતી સ્પે. પોકસો કોર્ટ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ તેમજ સગીરાને રુા. ૬ લાખ પુરા ચુકવી આપવાનો હુકમ જામનગરની સ્પે. પોકસો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ આરોપી રજાક કરીમ સમા, રહે. ખટીયા તા. લાલપુર, જી. જામનગરવાળા વિરુઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા બળજબરીથી અપહરણ અને લગ્નની લાલચ આપી બળાત્કાર અંગે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોકસો કલમ ૪,૬ મુજબનો ગુનો દાખલ થયેલ જે કેસ જામનગરની પોકસો સ્પેશીયલ કોર્ટના એ.એ. વ્યાસની કોર્ટમાં ચાલવા ઉપર આવતા.
સરકારી વકીલ દ્વારા ફરીયાદી ભોગ બનનાર તથા જુદા જુદા સાહેદોની જુબાની તથા રજુ કરેલ દસ્તાવેજી પુરાવા ઘ્યાને લઇ બંને પક્ષકારની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં આરોપીને દોષીત જાહેર કરી જામનગરની પોકસો સ્પે. કોર્ટના જજ દ્વારા હુકમ જાહેર કરતા આરોપી રજાક કાસમ સમાને ૨૦ વર્ષની જેલ સજા તથા રુા. ૧૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની જેલ સજા ભોગવવી તથા ભોગ બનનાર સગીરાને વળતર તરીકે રુા. ૬ લાખ પુરા ચુકવી આપવાનો હુકમ કરેલ છે આ કેસમાં સરકાર તરફે જામનગરના સિનીયર આસી. ડીજીપી મુકેશકુમાર પી. જાની રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application