વિજ થાંભલા નાખવાની કામગીરી વેળાએ માથામાં ઊંધું ધારિયું માર્યાની થઈ હતી ફરિયાદ
જામનગર જિલ્લાના જોડીયામાં ૨૦૧૬ ની સાલમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર ના કર્મચારી ના માથામાં ધારીયું મારવાના કેસના આરોપીને જોડીયા કોર્ટે બે વર્ષની જેલ સજા અને રૂ. ૧૦ હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.
ગત તા. ૨૫/૫/૨૦૧૬ના રોજ આણદા ગામથી માજોઠ ગામ તરફના વાડી વિસ્તારમાં થાંભલા ઉભા કરવાનું કામ કરી રહેલા વીજ કંપનીના કોન્ટ્રાક્ટર વસંત આલાભાઈ મકવાણા-આહિર સાથે બોલાચાલી કરી, ઝગડો કરીને આરોપી લવજીભાઈ રૂગનાથભાઈ નંદાસણા (રે. આણંદા)એ કોન્ટ્રાક્ટરને માથામાં ઉધું ધારીયું માથું હતું અને અન્ય એક શખસે પણ કોન્ટ્રાક્ટર ઉપર હુમલો કરીને મો ઉપર મુઢ માર મારીને વીંખોડીયા ભર્યા હોવાની કોન્ટ્રાક્ટરએ જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આથી પોલીસે કોન્ટ્રક્ટરની ફરિયાદ ઉપરથી આરોપી લવજી રૂગનાથભાઈ નંદાસણા તથા અન્ય એક શખસ સામે ગુનો નોંધ્યો હતો, અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ ચાલી જતાં સરકારી વકીલ ડી. એન. ત્રિવેદીની રજુઆતો સાહેદો, પુરાવા વગેરે ધ્યાને લઈને જોડીયાની અદાલતે તા. ૧૦ના રોજ આરોપી લવજી રૂગનાથભાઈને બે વર્ષની જેલ સજા અને રૂ. ૧૦ હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની જેલ સજા કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech