જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ-હત્યા નિપજાવવાના કેસમાં આરોપીને આજીવન કેદ

  • October 09, 2024 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અદાલતે હુકમ કરી કારાવાસની સજા ફરમાવી


જામનગર નજીકના ધુવાવ ગામમાં ભિક્ષાવૃત્તિ કરતી એક યુવતીને ખાવાનું આપવાના બહાને લઈ ગયા પછી તેણી સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા નીપજવવાના બે વર્ષ પહેલાનાં કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો અદાલતે હુકમ કર્યો છે.


ધુંવાવ ગામમા રહેતી અને ભિક્ષાવૃત્તિ કરતી યુવતીને તાં. ૧૨/૯/૨૦૨૨ નાં રોજ ખાવાનું અપાવી દેવાના બહાને જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસભાઇ કક્કલ પોતાના મોટર સાયકલમા થોડે દૂર લઈ ગયો હતો, અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેણીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મના અને હત્યાના બનાવ અંગેની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.


આ અંગેનો કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી. પી. અગ્રવાલની અદાલતમાં ચાલી જતાં તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે આરોપીને હત્યાની કલમના કેસમાં આજીવન કેદની સજા અને દુષ્કર્મની કલમના કેસમાં ૨૦ વર્ષની જેલની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application