બિહારની નિ:સહાય ત‚ણીની સહાયક બની અભયમ ટીમ

  • December 28, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રેલ્વે સ્ટેશન પરથી બિહાર રાજયની નિ:સહાય ત‚ણીની અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી  રેલ્વે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એ  ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ત‚ણીની સુરક્ષાને ધ્યાને લઈ ફોન કરી જણાવ્યું હતુ કે,એક ત‚ણી રેલ્વે સ્ટેશન પરથી મળી આવેલ છે,જેથી ત‚ણીની મદદ માટે આવો.અભયમ ટીમ ત‚ણીની મદદ માટે પહોંચી તરૂણીને આશ્ર્વાશન આપેલ તેમનુ નામ સરનામું જાણતા તેઓ બિહાર રાજયના મોતિહારી જીલ્લાના બનકટવાના રહેવાસી હોય તેવુ જણાવ્યુ હતુ.ત‚ણીનું કાઉન્સેલિંગ કરતા તેમને જણાવેલ કે,તેઓ ગુજરાતમાં મજુરી કામ માટે તેમના મોટા ભાઈ સાથે મોતિહારી થી ટ્રેનમાં બેસતા સમયે તેમના ભાઈ ટ્રેન ચુકી જતા તેઓ તેમના ભાઈથી વીખુટા પડી ગયા હતા.૧૮૧ ટીમ દ્વારા ત‚ણીને તેમના ફેમીલી વિશે પુછતા તેઓ ડરતાડરતા જવાબ આપતા જેથી તેમને પ્રોત્સાહન આપ્યુ હતુ. ત‚ણીના કુશળ કાઉન્સેલિંગ બાદ તેમને જણાવેલ કે મારી મમ્મી સાથે મારે ઝઘડો થતા હું સોમવારે ઘરે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતી ને રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યા ટ્રેન આવતા તેમા બેસી ગયેલ.અભયમ ટીમ દ્વારા ત‚ણીના લોંગ ટાઈમ કાઉન્સેલિંગ બાદ ત‚ણીને  તેમના કાકાના મોબાઈલ નંબર યાદ આવતા તેમના કાકા સાથે વાત કરી હતી,૧૮૧ ટીમે તેમના પરિવારજનોને જણાવેલ કે,હાલ તમારી પુત્રી અમારી સાથે જ છે. સુરક્ષીત છે.ત‚ણી રડવા  લાગેલ કે મને મારા ઘરે મુકી જાવ મારે ઘરે જવુ છે.જેથી અભયમ ટીમે ત‚ણીને સમજાવી તેમના મમ્મી સાથે ફોનમાં વાત કરાવેલ.તેમના  ફેમેલીએ જણાવ્યુ કે ત‚ણીને લેવા માટે આવશુ, જેથી ત‚ણીને તેમના ફેમીલી લેવા માટે ના આવે ત્યાં સુધી તેમની સુરક્ષાને ધ્યાને લઈને ત‚ણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.બિહાર રાજયની નિ:સહાય ત‚ણીની અભયમ ટીમના કાઉન્સેલર મીરા માવદિયા,કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા તથા રેલ્વે પોલીસ સહાયક બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application