શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ રણુંજા ધામ તીર્થ ખાતે આરતી-પૂજન

  • May 28, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ રણુંજા ધામ તીર્થ ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ મહારાજ સાહેબ દોઢ કલાક જેટલા સમય સુધી મહાદેવી પદ્માવતી દેવીની તેજસ્વી એવી દેવીપ ધૂન સાથે આરતી તેમજ પૂજા-અર્ચના યોજાઇ હતી.



શ્રી ધરણેન્દ્રા પદ્માવતી જાગૃત મંડળ ટ્રસ્ટના મંત્રી ઓમપ્રકાશ બાંઠીયાએ જણાવ્યું કે રાત્રિના સમયે રણુજા ધામમાં બહોળી સંખ્યામાં ભક્તો ગુદેવના અમૃત ભક્તિરસમાં ભાવવિભોર બની ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત જૈન મંડળ પદ્માવતી જાગૃત મંડળ તેમજ જૈન સમાજના અનેક ગ્રુપ ઉપસ્થિત હતા, અઘ્યક્ષ અરવિંદ મઠાનીએ જણાવેલ કે તમામ લોકો એ વાત પર સહમત હતા કે આ મહાન રાષ્ટ્ર સંતને ડોકટરની ઉપાધીથી પુરસ્કૃત કરવા અનિવાર્ય છે. આ કાર્યક્રમનું વાતાવરણ અત્યંત આઘ્યાત્મીક હતું.



જગવિખ્યાત ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય મુની મહારાજ સાહેબની 17 અને 18 તારીખે ભવ્યાતિભવ્ય સકલ શ્રી સંઘ ધાર્મિક, સામાજીક, રાજનીતિક, સાધુ ભગવંત પરિવારની ઉપસ્થિતિમાં ડોકટરની ઉપાધીથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સકલ સંઘ તેમજ અખિલ ભારતીય જૈન મહાસંઘ તથા સમસ્ત સંઘ થકી આ પદ મળેલ હોવાથી આ સમાજ માટે ખુશીની વાત કહેવાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application