સલાયામાં પાણીના વિકટ પ્રશ્ને આમ આદમી પાર્ટીની રજુઆત

  • October 01, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા આમ આદમી પાર્ટી દ્વારા સલાયા ગામમાં પાણીની સમસ્યા અંગે વિરોધ વ્યક્ત કર્યો છે અને સલાયા નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું છે તેમાં જણાવ્યું છે કે સલાયામાં ઘણા સમય થી પીવાના પાણીની વિકટ સમસ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી તંત્રને વારંવાર રજૂવાત કરવામાં આવે છે, અને શક્ય હોય તેટલા પગલા લેવા માટે નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારના નકર પગલાં લેવામાં આવ્યા હોય તેવું ધ્યાને આવતું નથી.


હાલમાં સલાયામાં 15 થી 20 દિવસે પાણી આપવામાં આવતું હોય ત્યારે સામાન્ય ગરીબ માણસો પાસે 20 દિવસ ચાલે તેટલું પાણી નો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા ના હોય ત્યારે ફરજિયાત તે લોકો વેચાતું પાણી લેવા મજબૂર બને છે. ઈશ્વર ની કૃપા થી ચોમાસુ સારૂ હોવા છતાં સલાયા તરસ્યું રહેતું હોય તે ખુબજ દુઃખની બાબત છે. વારંવાર રજૂઆત કરવા છતાં કામ આગળ વધતું ના હોય ત્યારે જો આવેદન પત્ર આપવાના પંદર દિવસ સુધી માં યોગ્ય નીરાકરણ કરવામાં નહિ આવે તો આત્મ વિલોપન કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી.તેમ દ્વારકા આમ આદમી પાર્ટીના પ્રમુખ આર. જે.પરમાર દ્વારા  સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપતા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application