જામનગર જી.જી. હોસ્પિટલમાંથી અર્ધબેભાન અવસ્થામા મળી આવેલા યુવાનનું સારવાર દરમિયાન અપમૃત્યુ

  • June 04, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાંથી એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં આશરે ૩૫ વર્ષની વયનો એક યુવાન અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેને આર.એમ.ઓ. દ્વારા ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને કિડનીની બીમારી હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.પી.અસારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application