મહુવાની માલણ નદી માંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ખુંટવડા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી ઓળખવિધિ હાથ ધરતા મૃતક મહુવાના કુંભણ ગામે રહેતા હોવાનું તેમજ ગઈ તા. ૨૦મી નારોજ કામે જવાનું કહીં ઘરેથી બાઈક લઈ નીકળી ગયા બાદ નદીમાં કૂદી આપઘાત કર્યાનું ખુલ્યું હતું.
મહુવાની માલણ નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ખુંટવડા પોલીસે મૃતદેહને કાઢી તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને મૃતકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરતા મૃતક મહુવાના કુંભણ ગામે રહેતા નિઝામભાઈ મહંમદભાઈ સૈયદ હોવાનું અને તેઓ મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યાં આજુબાજુ સૈયદ નિજામભાઈ કુંભણ થી કામ પર સાવરકુંડલા જવાનુ કહીં બાઈક પર નીકળી ગયા હતા. ત્યાર બાદ નિઝામભાઈની કોઈ ભાળ ન મળતા તેમના પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમ્યાન ગત મોડી સાંજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક એલ્યુંમેનિયમની મજૂરી કસમ કરતા હોવાનું અને છેલ્લા ઘણા સમયથી કામ ન મળતા હતાશામાં આવી તેમણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુંટવડા પોલીસ મથકના જમાદાર ભાવેશભાઈએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech