ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો જામનગરનો યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો

  • June 01, 2024 07:48 PM 

ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો જામનગરનો યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો


જામનગર...મુસ્તાક દલ

રાજકોટમાં થયેલ ગોઝારા અગ્નિ કાંડની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું હચમચી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આ દુર્ઘટનામાં જામનગરના યુવાને 15 થી 20 લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા છે. ટીઆરપી ગેમ ઝોન માં નોકરી કરતો જામનગરનો યુવાન અનેક લોકોના જીવ બચાવવા નિમિત્ત બન્યો છે. જે ઘવાયા બાદ સારવાર ચાલી રહી હતી. હાલ સારવાર પૂર્ણ થયા બાદ તે જામનગરમાં આવ્યો છે. જામનગર નિવાસી બે ગાયત્રીનગર વુલન મિલ પાસે રહેતા મનીષ રમેશભાઈ ખીમસુરીયા રાજકોટ ટીઆરપીમાં નોકરી કરતા હતા. ટીઆરપી ગેમ ઝોન માં બનેલ અગ્નિકાંડ સમયે ભાઈ ત્યાં નોકરી કરતા હોય લોકોની જીવ બચાવ્યા બાદ પોતાનો જીવ બચાવવા અંતે બીજા મારાથી કૂદકો માર્યો હતો જેથી તેમના માથા ગરદન અને હાથમાં ઇજાઓ પહોંચતા અઠવાડિયું રાજકોટ હોસ્પિટલ સારવાર કર્યા બાદ જામનગર પરત આવ્યા છે.આ દરમિયાન તેઓની મુલાકાત લેવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, આગેવાન લાલજીભાઈ સોલંકી, જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા સહિત નગરસેવકો હાજર હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application