અમેરિકામાંથી વધુ એક દુખદ ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ પટેલ (ઉં.વ.30)ની અમેરિકાના સ્ટોર પર ગોળી મારી હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે ઘૂસેલા શખ્સે યુવાનને ગોળી ધરબી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, અમેરિકામાં એક દુખદ ઘટનામાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની સ્ટોર પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પરેશભાઈ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહીને સ્ટોરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.
ઘટના દરમિયાન, એક વ્યક્તિ લૂંટના ઈરાદે ગ્રાહકના સ્વાંગમાં સ્ટોરમાં આવ્યો હતો. તેણે પહેલા કેટલીક ખરીદી કરી અને ત્યારબાદ પરેશભાઈ પર ફાયરિંગ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કલોલ તાલુકાના ડીંગુચાના વતની પરેશ પટેલ પરિવાર સાથે અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાયી થયા હતા. આ લૂંટ અને હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલમાં પરેશ પટેલની હત્યાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અવારનવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે અને ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ પર ફાયરિંગ થવાની અને તેમની હત્યાઓ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 22 માર્ચે અમેરિકાના વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું હતું.
આ બંને પિતા-પુત્રી મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની હતા. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું હતું. આ અગાઉ થોડા મહિનાઓ પહેલા પણ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હતી. જેમાં અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યા કરવામાં આવી હતી. તેમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી હતી. જેમાં સામાન ઉઠાવવાની બાબતે બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી. તેમાં પોલીસે હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech