ખંઢેરા પાસે બાઇક પીલોરમાં અથડાતા ચાલક યુવાનનું મોત
કાલાવડના નાગપુર ગામથી ખંઢેરા ગામ તરફ વણાંકમાં ચાલકે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવતા વાડીના ગેઇટના પીલોર સાથે બાઇક અથડાતા ગંભીર ઇજા સબબ યુવાનનું મૃત્યુ નીપજયુ હતું, જયારે અન્ય એક યુવાનને ઇજા પહોચી હતી.
મુળ એમપીના મુઝફરપુરના પતારી ગામના વતની અને હાલ કાલાવડ ગોલણીયા ગામ ફુલઝર ડેમ પાસે રહેતા અને માછીમારીનો ધંધો કરતા મુકેશ ફુલકેશરભાઇ માજી (ઉ.વ.૨૮) તથા દેવેન્દ્ર વશિષ્ટભાઇ સહની (ઉ.વ.૪૦) આ બંને મોટરસાયકલ નં. જીજે૩એલએલ-૬૦૮૭ લઇને તા. ૧૭ના બપોરના પાણા ચાર વાગ્યાના સુમારે નાગપુરથી ભરતપુર ડેમ ખાતે જતા હતા.
દેવેન્દ્રભાઇ બાઇક ચલાવતા હતા અને જાહેર કરનાર પાછળ બેઠા હતા, દરમ્યાન નાગપુરથી ખંઢેરા તરફના વણાંક પાસે પહોચતા ચાલકે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગોપાલભાઇની વાડીના લોખંડના ગેઇટના પીલોર સાથે બાઇક અથડાતા દેવેન્દ્રભાઇને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેમનું સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ હતું જયારે મુકેશભાઇને શરીરે સામાન્ય ઇજા પહોચી હતી.
આ બનાવ અંગે મુકેશભાઇ માજી દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ સબંધે તપાસ લંબાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં નવા વર્ષની ઉજવણીમાં મગ્ન લોકો પર ટ્રક ચડાવી ચાલકનું અંધાધૂંધ ફાયરિંગ, 12ના મોત, 30 ઘાયલ
January 01, 2025 06:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
January 01, 2025 06:13 PMજામનગર આર.ટી.ઓ. ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી માટેનો ઉદઘાટન સમારોહ યોજાયો
January 01, 2025 06:10 PMજામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં ૪૬ પાસે વિદેશી દારૂની ખાલી બોટલોના જથ્થાનો વિડિયો વાયરલ
January 01, 2025 06:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech